ધાણા વાયદામાં ખોટી તેજી થયાના મામલે NCDX MD સહિત ચાર અધિકારીઓ સામે ગંગાનગરમાં પોલીસ-ફરિયાદ નોંધાવાઈ

08 November, 2014 07:06 AM IST  | 

ધાણા વાયદામાં ખોટી તેજી થયાના મામલે NCDX MD સહિત ચાર અધિકારીઓ સામે ગંગાનગરમાં પોલીસ-ફરિયાદ નોંધાવાઈ



કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા


ગંગાનગરના ટ્રેડર પ્રદીપ અગ્રવાલ, મનોજ ગુપ્તા અને વિપિન અગ્રવાલ દ્વારા ગંગાનગર કોતવાલી પોલીસ-સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ અને ૧૨૦બી તેમ જ ફૉર્વર્ડ કૉન્ટ્રૅક્ટ ઍક્ટની કલમ ૨૧ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કલમ હેઠળ NCDX MD સમીર શાહ, પ્રોડક્ટ-મૅનેજર સચિન, જિતેન્દ્ર સિંહ અને કે. વી. સિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


FRI જણાવવામાં આવ્યું છે કે છેતરવાના હેતુસર NCDX અને રેગ્યુલેટરી ઑથોરિટીના અધિકારીઓ સાથે મળીને પ્રારંભથી જ બેઇમાનીના હેતુસર ઑગસ્ટ ૨૦૧૪થી સતત ઑનલાઇન સ્પૉટ ભાવ બજાર પ્રમાણે ન દર્શાવીને ૧૫૦૦થી ૧૮૦૦ રૂપિયાનો ફરક રાખીને બતાવવામાં આવ્યા હતા. આને કારણે ફરિયાદી (ત્રણ ટ્રેડરો)ને ૧.૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શરૂઆતથી બેઇમાનીપૂવર્‍ક NCDX વાયદા બજારમાં નિયત વ્યવસ્થા પ્રમાણે કોટા બજારના ભાવ ન દર્શાવીને વ્યવસ્થાથી વિરુદ્ધ ભાવ રાખીને એક્સચેન્જના અધિકારીઓએ ફાયદો ઉઠાવ્યો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું હતું.