વિમેન્સ હૉકી એશિયા કપ : પ્રથમ મૅચમાં જ ભારતે થાઇલૅન્ડને ૧૧-૦થી કચડ્યું

06 September, 2025 12:15 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ ૯ પેનલ્ટી કૉર્નરમાંથી પાંચ ગોલ કરવામાં સફળ રહી હતી

ગોલ કરવા અને ગોલ રોકવાની રસાકસી જોવા મળી ભારત-થાઇલૅન્ડની મહિલા પ્લેયર્સ વચ્ચે

ચીનમાં આયોજિત વિમેન્સ એશિયા કપ 2025માં ભારતે થાઇલૅન્ડને ૧૧-૦થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે. વિશ્વના નવમા ક્રમાંકિત ભારતે ગ્રુપ-બીની મૅચમાં ૩૦મા ક્રમાંકિત થાઇલૅન્ડ સામે હાફ-ટાઇમ સુધી ૫-૦ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ ૯ પેનલ્ટી કૉર્નરમાંથી પાંચ ગોલ કરવામાં સફળ રહી હતી. ભારતના મજબૂત ડિફેન્સને કારણે હરીફ ટીમના પ્લેયર્સને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી. 

asia cup hockey indian womens hockey team sports sports news