ઉસેન બોલ્ટે ૪૦મી વર્ષગાંઠે લૉન્ગ ટાઇમ પાર્ટનર કાસી બેનેટ સાથે સગાઈ કરી

26 August, 2026 04:06 PM IST  |  Kingston | Gujarati Mid-day Correspondent

આઠ વખતના ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા ઉસેન બોલ્ટે પોતાની ૪૦મી વર્ષગાંઠે લાંબા સમયની પાર્ટનર કાસી બેનેટ સાથે સગાઈ કરી છે. કિંગ્સ્ટનમાં ખાનગી પાર્ટીમાં તેણે કાસીને પાંચ કૅરૅટની હીરાની વીંટી પહેરાવીને પ્રપોઝ કર્યું હતું.

ઉસેન બોલ્ટ અને કાસી બેનેટ

આઠ વખતના ઑલિમ્પિક્સ ગોલ્ડ વિજેતા એવા ભૂતપૂર્વ દોડવીર ઉસેન બોલ્ટે હાલમાં પોતાની ૪૦મી વર્ષગાંઠે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા છે. ૨૧ ઑગસ્ટે ઉસેન બોલ્ટે તેની લાંબા સમયની પાર્ટનર કાસી બેનેટ સાથે સગાઈ કરી હતી જેના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થયા છે. 
કિંગ્સ્ટનમાં એક ખાનગી પાર્ટીમાં નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં જમૈકાના ઉસેન બોલ્ટે પાર્ટનરને પ્રપોઝ કર્યું હતું. ઉસેન બોલ્ટે પાંચ કૅરૅટની હીરાની વીંટી પહેરાવીને સગાઈ કરી હતી. ઉસેન બોલ્ટે ૨૦૧૩માં જમૈકન મૉડલ કાસી બેનેટ સાથે ડેટિંગ શરૂ કર્યું હતું.
ત્રણ વર્ષ સુધી બન્નેએ સંબંધો ખાનગી રાખ્યા હતા. ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં બન્ને પહેલી વાર જાહેરમાં સાથે દેખાયાં હતાં. આ ઑલિમ્પિક્સમાં ઉસેન બોલ્ટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Olympics viral post social media sports news sports jamaica