સેરેનાનો કરીઅરની ‘અંતિમ ટુર્નામેન્ટ’માં વિજયી આરંભ

31 August, 2022 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુએસ ઓપન પછી કદાચ નિવૃત્ત થનારી ટેનિસ-લેજન્ડ ફેરવેલને યાદગાર બનાવવા મક્કમ

સેરેના વિલિયમ્સ

ટેનિસજગતમાં સિંગલ્સનાં સેકન્ડ-મોસ્ટ ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર અમેરિકાની સેરેના વિલિયમ્સ સોમવારે શરૂ થયેલી યુએસ ઓપન ટુર્નામેન્ટ પછી મોટા ભાગે રિટાયર થઈ જવાની છે એટલે તે આ છેલ્લી સ્પર્ધા (યુએસ ઓપન)માં પણ ચૅમ્પિયનપદ મેળવીને ટેનિસજગતમાં સૌથી વધુ ૨૪ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ મેળવનાર ઑસ્ટ્રેલિયાનાં ટેનિસ-લેજન્ડ માર્ગારેટ કોર્ટના વિશ્વવિક્રમ (ઑલ-ટાઇમ રેકૉર્ડ)ની બરાબરીમાં આવવા દૃઢ છે. સોમવારે તેણે ન્યુ યૉર્કના પ્રથમ રાઉન્ડમાં મૉન્ટેનેગ્રોની ડૅન્કા કૉવિનિચને ૬-૩, ૬-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

૪૦ વર્ષની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સેરેનાની આ સંભવિત આખરી ટુર્નામેન્ટની પ્રથમ મૅચ ૨૫,૦૦૦ પ્રેક્ષકોએ અને કરોડો ટીવી દર્શકોએ માણી હતી. સેરેના આ યુએસ ઓપનમાં મોટી બહેન વીનસ સાથે ડબલ્સમાં પણ ભાગ લઈ રહી છે જેથી અસંખ્ય ચાહકો તેની ગુડબાય જોતાં પહેલાં તેની બે કૅટેગરીની સ્પર્ધા માણી શકશે.

sports news sports tennis news serena williams us open