ધ હન્ડ્રેડની ૮ વિમેન્સ ટીમોમાં પાંચ કૅપ્ટન વિદેશી, ઑસ્ટ્રેલિયાની ૪ પ્લેયર્સના હાથમાં ટીમોની કમાન

09 July, 2026 11:18 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટીમોમાં આઠમાંથી પાંચ કૅપ્ટન વિદેશી છે જ્યારે ૮ મેન્સ ટીમોમાંથી માત્ર એક ટીમનો કૅપ્ટન વિદેશી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇંગ્લૅન્ડમાં ૨૧ જુલાઈથી મેન્સ અને વિમેન્સ ધ હન્ડ્રેડની છઠ્ઠી સીઝન શરૂ થઈ રહી છે. મેન્સ અને વિમેન્સની આઠ-આઠ ટીમોના કૅપ્ટન્સની જાહેરાત કરવામાં આવી છે. વિમેન્સ ટીમોમાં આઠમાંથી પાંચ કૅપ્ટન વિદેશી છે જ્યારે ૮ મેન્સ ટીમોમાંથી માત્ર એક ટીમનો કૅપ્ટન વિદેશી છે. ધ હન્ડ્રેડમાં IPLના માલિકોની એન્ટ્રીથી આ રસપ્રદ ફેરફારો જોવા મળી રહ્યા છે.  

વિદેશી પ્લેયર્સમાંથી ઑસ્ટ્રેલિયાની એલિસ પેરી બર્મિંગમ ફીનિક્સ, ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન મેગ લૅનિંગ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સોફી મૉલિનૂ સધન બ્રેવ, ઍશ્લી ગાર્ડનર ટ્રેન્ટ રૉકેટ્સ અને સોફી ડિવાઇન વેલ્સ ફાયરની જવાબદારી સંભાળશે. ઇંગ્લૅન્ડની ચાર્લી ડીન લંડન સ્પિરિટ, હોલી આર્મિટેઝ MI લંડન અને ડૅની ગિબ્સન સનરાઇઝર્સ લીડ્સની કૅપ્ટન બની છે. 
મેન્સ ટીમોમાંથી માત્ર સાઉથ આફ્રિકાનો એઇડન માર્કરમ વિદેશી કૅપ્ટન તરીકે મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની કમાન સંભાળશે. ઇંગ્લૅન્ડના જેકબ બેથલને બર્મિંગમ ફીનિક્સ, લિયામ લિવિંગસ્ટનને લંડન સ્પિરિટ, સૅમ કરૅનને MI લંડન, ક્રિસ જૉર્ડનને સધન બ્રેવ, ઝેક ક્રૉલીને સનરાઇઝર્સ લીડ્સ, સૅમ બિલિંગ્સને ટ્રેન્ટ રૉકેટ્સ અને ફિલ સૉલ્ટને વેલ્સ ફાયરની જવાબદારી સોંપવામાં આવી છે. 

cricket news sports sports news