સિક્યૉરિટી ગાર્ડ અને સફાઈ-કર્મચારીની દીકરી જ્યોતિ યારાજી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલિસ્ટ

18 February, 2024 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં જ્યોતિ યારાજીએ ૮.૨૨ સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને ફાઇનલની ટિકિટ મેળવી હતી

જ્યોતિ યારાજી

૨૪ વર્ષની ભારતીય ઍથ્લીટ જ્યોતિ યારાજીએ એશિયન ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની ૬૦ મીટર હર્ડલ્સ ૮.૧૨ સેકન્ડમાં પાર કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે પોતાના રાષ્ટ્રીય રેકૉર્ડમાં સુધારો કર્યો છે. ફાઇનલમાં જપાનની અસુકા ટેરેડા (૮.૨૧ સેકન્ડ) બીજા સ્થાને અને હૉન્ગકૉન્ગની લુઈ લાઈ યીયુ (૮:૨૬ સેકન્ડ) ત્રીજા સ્થાને રહી હતી. આ પહેલાં જ્યોતિ યારાજીએ ૮.૨૨ સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. હાલ જ્યોતિ યારાજી મહિલાઓની ૧૦૦ મીટર હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં જન્મેલી જ્યોતિના પિતા એક સિક્યૉરિટી ગાર્ડ છે, જ્યારે માતા એક હૉસ્પિટલમાં સફાઈ-કર્મચારી છે.

sports news sports athletics