ભારતમાં લા લીગાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બન્યો રોહિત શર્મા

13 December, 2019 03:46 PM IST  |  Mumbai

ભારતમાં લા લીગાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બન્યો રોહિત શર્મા

રોહિત શર્મા લા લીગા ઇન્ડિયામાં બ્રૅન્ડ ઍમ્બૅસૅડર

(આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન ક્રિકેટર રોહિત શર્માને ભારતમાં ફુટબૉલની લા લીગા લીગ માટેનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. લા લીગાના ઇતિહાસમાં તે પહેલો નૉન-ફુટબૉલ પ્લેયર બન્યો છે જેની પર બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકેની પસંદગી ઉતારવામાં આવી છે.

આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘ભારતમાં ફુટબૉલ વૈશ્વિક સ્તરે વિકાસ કરવાની ગતિમાં છે અને એ જોઈને ઘણો આનંદ થાય છે કે હવે એને સ્લીપિંગ જાયન્ટ માનવામાં આવતું નથી. પાછલાં પાંચ વર્ષમાં આ ગેમને લઈને ભારતમાં ઘણો વિકાસ જોવા મળ્યો છે અને લોકોને પણ એમાં રસ પડી રહ્યો છે. આ વિકાસ માટે ફુટબૉલ સાથે જોડાયેલા તમામ લોકોને અને ચાહકોને પણ ક્રેડિટ આપવી જોઈએ.’

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

લા લીગા સાથે જોડાયા બાદ રોહિતે કહ્યું હતું કે ‘લા લીગા સાથે જોડાઈને ઘણું સારું લાગે છે. સ્પેનની આ તોતિંગ લીગ ભારતીય ફુટબૉલ ઇકો-સિસ્ટમમાં પાયાનું કામ કરવા આગળ આવી રહી છે એ વાત પણ ઘણી પ્રશંસનીય છે. વ્યક્તિગત રીતે મારા માટે આ રસપ્રદ જર્ની છે. ભારતના ફુટબૉલના ચાહકોને આ દિશામાં આકર્ષવા હું ઘણો આતુર છું.’

નોંધનીય છે કે લા લીગા ૨૦૧૭થી ભારતમાં પ્રેવશી ચૂકી છે અને પાછલાં બે વર્ષમાં ઇન્ડિયન માર્કેટને સ્ટડી કર્યા બાદ એ આગળ વધવાની વ્યૂહરચના બનાવી રહી છે.

rohit sharma la liga football sports news