મણિપુરનો વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ સિલ્વર મેડલ જીત્યો, કિશોર હતો ત્યારે મજૂરી કરી હતી

27 July, 2026 05:12 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

મણિપુરના ઋષિકાંત સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં 60 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતી ભારતને બીજો મેડલ અપાવ્યો. કિશોરાવસ્થામાં મજૂરી કરનાર ઋષિકાંતે સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર કરી.

ઋષિકાંત સિંહ

મણિપુરના વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહે ગ્લાસગોમાં સિલ્વર મેડલ જીતીને કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો મેડલ આંક બે કરી આપ્યો હતો. પુરુષોની ૬૦ કિલો ઇવેન્ટમાં કુલ ૨૬૪ કિલો વજન ઉપાડીને ૨૮ વર્ષના ઋષિકાંત સિંહે પોતાની આ કૉમનવેલ્થ ગેમ્સની જર્નીમાં યાદગાર પ્રદર્શન નોંધાવ્યું હતું.
સ્નૅચમાં રેકૉર્ડ ૧૨૧ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૪૩ કિલો વજન ઉપાડીને ઋષિકાંત સિંહે ભારતને ગૌરવ અપાવ્યું હતું. મલેશિયાના હરીફે ૨૭૩ કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ અને કેન્યાના ખેલાડીએ ૨૬૦ કિલો વજન ઉપાડીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 
ઋષિકાંત સિંહ કહે છે, ‘ઘૂંટણની સમસ્યાને કારણે ક્લીન એન્ડ જર્કમાં થોડી મુશ્કેલી પડી હતી. મને વિશ્વાસ છે કે હું ભવિષ્યની સ્પર્ધાઓમાં મેડલ જીતીશ. મારું લક્ષ્ય એશિયન ગેમ્સ 2026માં મેડલ જીતવાનું છે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.’

ઇન્ડિયન આર્મીના સ્પોર્ટ્‌સ સેટઅપમાં લીધી છે ટ્રેઇનિંગ

ઋષિકાંત સિંહે પોતાની કિશોર અવસ્થામાં પરિવારની મદદ માટે લગભગ એક વર્ષ સુધી બિલ્ડિંગ સાઇટ્સ ૧૫૦ રૂપિયાના દૈનિક વેતન સાથે મંજૂરીનું કામ અને રેસ્ટોરામાં હેલ્પર તરીકે કામ કર્યું હતું. 
ઇન્ડિયન આર્મીના  સ્પોર્ટ્‌સ પ્રોગ્રામમાં તેણે ટ્રેઇનિંગ કરીને પોતાની ક્ષમતાને વધારી હતી. તે ૨૦૧૭માં નૅશનલ યુવા ચૅમ્પિયન અને યુવા કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા રહ્યો હતો. ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો અનુભવ લઈને અમદાવાદમાં કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025માં ૨૭૧ કિલો વજન ઉપાડીને ૬૦ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

sports news sports indian army commonwealth games national news