પ્રજ્ઞાનંદ ગ્રૅન્ડ ચેસ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

29 August, 2026 08:11 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદ ગ્રૅન્ડ ચેસ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. પ્રજ્ઞાનંદે અમેરિકાની સેન્ટ લુઇસ ચેસ ક્લબમાં યોજાયેલી ગ્રૅન્ડ ફિનાલેમાં યજમાન દેશના ફૅબિયાનો કારુઆનાને હરાવીને આ ટાઇટલ જીત્યું હતુ.

પ્રજ્ઞાનંદ ગ્રૅન્ડ ચેસ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદ ગ્રૅન્ડ ચેસ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. પ્રજ્ઞાનંદે અમેરિકાની સેન્ટ લુઇસ ચેસ ક્લબમાં યોજાયેલી ગ્રૅન્ડ ફિનાલેમાં યજમાન દેશના ફૅબિયાનો કારુઆનાને હરાવીને આ ટાઇટલ જીત્યું હતુ.
શરૂઆતમાં છ પૉઇન્ટથી પાછળ રહ્યા બાદ પ્રજ્ઞાનંદે હરીફ સામે ૧૫-૧૩થી વિજય મેળવ્યો હતો. ગ્રૅન્ડ ચેસ ટૂર ટાઇટલ માટે ક્લાસિકલ, રૅપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણેય પ્રકારનાં ફૉર્મેટ રમાય છે. આ ટાઇટલ જીતવાથી પ્રજ્ઞાનંદને બે કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝ સાથે આગામી વર્ષની ગ્રૅન્ડ ચેસ ટૂરમાં સ્થાન પણ મળશે

chess sports news sports united states of america international news