છઠ્ઠો વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતવાની પી.વી. સિંધુની આશા પર પાણી ફરી વળ્યું

21 August, 2026 01:35 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

પી.વી. સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી વખત ચીનની ખેલાડી સામે હારી છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં ચીનની હરીફો સામે રમેલી આઠેય મૅચમાં સિંધુએ જીત નોંધાવી હતી.

છઠ્ઠો વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતવાની પી.વી. સિંધુની આશા પર પાણી ફરી વળ્યું

બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા પી.વી. સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપની મહિલા સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. ગઈ કાલે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પી.વી. સિંધુને ચીનની વર્લ્ડ નંબર થ્રી એવી વાંગ ઝી યી સામે ૧૧-૨૧, ૨૧-૧૫, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. 
પી.વી. સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી વખત ચીનની ખેલાડી સામે હારી છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં ચીનની હરીફો સામે રમેલી આઠેય મૅચમાં સિંધુએ જીત નોંધાવી હતી.
વર્લ્ડ નંબર નાઇન પી.વી. સિંધુ આ પ્રતિષ્ઠિત ચૅમ્પિયનશિપમાં પોતાનો છઠ્ઠો મેડલ જીતવાનું લક્ષ્ય રાખી રહી હતી. અગાઉ તેણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૨૦૧૯માં ગોલ્ડ, ૨૦૧૭ અને ૨૦૧૮માં સિલ્વર, ૨૦૧૩ અને ૨૦૧૪માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. પી.વી. સિંધુની હાર સાથે મહિલા સિંગલ્સમાં પણ યજમાન ભારતનું અભિયાન સમાપ્ત થયું છે.

pv sindhu world badminton championships badminton news sports news sports