02 August, 2024 07:50 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મનુ ભાકરના સોશ્યલ મીડિયા પર ઝડપથી ફૉલોઅર્સ વધી રહ્યા છે. ઑલિમ્પિક્સમાં મનુએ ૧૦ મીટર ઍર રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યાર બાદ તે ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડમાં પણ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. બે મેડલ જીતવાની સાથે તેની દેશભરમાં ખૂબ વાહવાહી થઈ રહી છે. જોકે આની સાથોસાથ તે સોશ્યલ મીડિયામાં સ્ટાર બની ગઈ છે.
ઑલિમ્પિક્સમાં ભાગ લેતાં પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મનુ ભાકરના ૧,૬૦,૦૦૦ની આસપાસ ફૉલોઅર્સ હતા. જોકે આ ફૉલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. પ્રથમ મેડલ જીત્યા બાદ તે એટલી લાઇમલાઇટમાં નહોતી આવી, પણ બીજો મેડલ જીત્યા બાદ તેને હવે સૌકોઈ સર્ચ કરી રહ્યા છે. દોઢ લાખ ફૉલોઅર્સ પરથી થોડા દિવસોમાં મનુના હવે ૮,૭૪,૪૨૦ ફૉલોઅર્સ થઈ ગયા છે. મેડલ જીત્યાના ફક્ત ત્રણ કલાકમાં જ ૨૪,૭૮૬ ફૉલોઅર્સ છે.