જાન્યુઆરી ૨૦૨૭થી બૅડ્‍મિન્ટન સ્કોરિંગ સિસ્ટમ બદલાઈ જશે

27 April, 2026 05:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડેન્માર્કમાં હાલમાં બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટના થૉમસ કપ અને ઉબર કપ રમાઈ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

બૅડ્‍મિન્ટનમાં સ્કોરિંગ સિસ્ટમમાં આવતા વર્ષથી મોટા પાયે ફેરફાર થશે. ડેન્માર્કમાં બૅડ્‍‍મિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાર્ષિક મીટિંગમાં હાલની ૩X૨૧ સિસ્ટમને બદલે નવી ૩X૧૫ પૉઇન્ટ સ્કોરિંગ સિસ્ટમને મંજૂરી મળી છે. એટલે આખી મૅચની ત્રણ ગેમમાંથી પ્રત્યેક રમત જીતવા માટે હવે ૨૧ને બદલે ૧૫ પૉઇન્ટ જીતવાની જરૂર પડશે. ૧૫ પૉઇન્ટની ત્રણ ગેમના આ નવા ફૉર્મેટનો હેતુ મૅચોને વધુ રસપ્રદ બનાવવાનો છે. એવી પણ આશા છે કે આ સ્કોરિંગ સિસ્ટમ દ્વારા વધુ ટૂંકી મૅચો રમાશે. ખેલાડીઓને વધુ રિકવરીનો સમય મેળવવામાં અને આયોજકો, બ્રૉડકાસ્ટર્સને મૅચોનું શેડ્યુલ બનાવવામાં મદદ મળશે. ડેન્માર્કમાં હાલમાં બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટના થૉમસ કપ અને ઉબર કપ રમાઈ રહ્યા છે.

badminton news world badminton championships premier badminton league indian badminton league sports news sports