10 June, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: આશિષ રાજે
મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એક્સ્પો હૉલમાં આજે ૧૦મી જૂનથી ૧૮ જૂન દરમ્યાન 360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલની નવમી સીઝન રમાશે. માસ્ટર્સ સેક્શન (કૅટેગરી A)માં ૧૬ દેશોના ૫૮ અગ્રણી ચેસ-ખેલાડીઓ ભાગ લેશે. ચૅલેન્જર્સ સેક્શન (કૅટેગરી B)માં ૨૨૫ ખેલાડીઓ અને જુનિયર માસ્ટર્સ ચેસમાં ૧૨૫ યુવા ખેલાડીઓ ભાગ લેશે.
360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલની ટોટલ પ્રાઇઝ મની ૬૦ લાખ રૂપિયા છે. માસ્ટર્સ સેક્શનમાં ૩૫ લાખ રૂપિયા, ચૅલેન્જર્સ સેક્શનમાં ૧૫ લાખ રૂપિયા અને જુનિયર માસ્ટર્સ ચેસ ૧૦ લાખ રૂપિયાની ઇનામી રકમ ફાળવવામાં આવી છે.