હું ટેબલ ટેનિસ ફેડરેશન સામેની લડાઈથી માનસિક રીતે થાકીને હથિયાર મૂકી રહી છું : મનિકા બત્રા

27 June, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ‘ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયા (TTFI)એ મને આપેલા જવાબમાં જણાવ્યું છે કે સમગ્ર પસંદગી-પ્રક્રિયા નિયમો અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવી હતી.

હું ટેબલ ટેનિસ ફેડરેશન સામેની લડાઈથી માનસિક રીતે થાકીને હથિયાર મૂકી રહી છું : મનિકા બત્રા

એશિયન ગેમ્સ 2026માં મુખ્ય ટીમમાં સિલેક્ટ ન થવા વિશે મનિકા બત્રાએ ફરી એક વખત રોષ વ્યક્ત કર્યો છે. તેણે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ‘ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયા (TTFI)એ મને આપેલા જવાબમાં જણાવ્યું છે કે સમગ્ર પસંદગી-પ્રક્રિયા નિયમો અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવી હતી. જોકે સિલેક્શન કમિટીમાં ૭ સભ્યોની મર્યાદિત સંખ્યા કરતાં વધારે ૯ લોકો હતા. ૯ સભ્યોની સમિતિએ મારું ભાગ્ય નક્કી કર્યું હતું છતાં મને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા બંધારણ અને નિયમોનું સંપૂર્ણ પાલન કરતી હતી. હું આ લડાઈથી માનસિક રીતે થાકી ગઈ છું અને હાલપૂરતું હું મારાં હથિયાર નીચે મૂકી રહી છું.  મારું સંપૂર્ણ ધ્યાન હવે આગળની ટુર્નામેન્ટ પર રહેશે. એશિયન ગેમ્સની ટીમને સફળતા મળે એવી શુભકામનાઓ. જાઓ અને ભારતને ગૌરવ અપાવો.’
૩૧ વર્ષની મનિકા બત્રાને હાલમાં એશિયન ગેમ્સ માટેની ટેબલ ટેનિસ માટેની મુખ્ય ભારતીય ટીમમાંથી ડ્રૉપ કરીને રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ તેણે આ બાબતે તપાસ કરવા વડા પ્રધાન અને રમત સ્પોર્ટ્‍સ મિનિસ્ટરને જાહેરમાં વિનંતી કરી હતી. 

tennis news sports news sports asian games social media