14 April, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાગાન સુપર જાયન્ટ
IPLની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોયનકાને ફુટબૉલના મેદાન પર શાનદાર સફળતા મળી છે. બિઝનેસમૅન સંજીવ ગોયનકા મોહન બાગાન સુપર જાયન્ટ નામની ફુટબૉલ ટીમના પણ માલિક છે.
આ ટીમ હાલમાં ઇન્ડિયન સુપર લીગની ૨૦૨૪-’૨૫ની સીઝનમાં બેન્ગલુરુ ફુટબૉલ ક્લબ સામે ૨-૧થી ફાઇનલ મૅચ જીતી હતી. બીજી વાર ચૅમ્પિયન બનેલી આ ફુટબૉલ ટીમને LSGના કૅપ્ટન રિષભ પંત સહિત ટીમના પ્લેયર્સે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને શુભેચ્છા પાઠવી હતી.