01 October, 2023 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦,૦૦૦ મીટરની દોડની સ્પર્ધામાં કાર્તિક કુમાર અને ગુલવીર સિંહનો શાનદાર દેખાવ
ભારતના લૉન્ગ ડિસ્ટન્સ રનર કાર્તિક કુમાર અને ગુલવીર સિંહે એશિયન ગેમ્સની પુરુષોની ૧૦,૦૦૦ મીટરની દોડમાં અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્તિક કુમારે ૨૮ મિનિટ અને ૧૫.૩૮ સેકન્ડ, જ્યારે ગુલવીરે ૨૮ મિનિટ અને ૧૭.૨૧ સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરી હતી. જોકે મહત્ત્વની વાત એ છે કે ભારતીય ખેલાડીઓ છેલ્લું ૧૦૦ મીટરનું અંતર બાકી હતું ત્યારે જ મેડલ જીતવા માટેની સ્પર્ધામાં પ્રવેશ્યા હતા, કારણ કે ત્રણ સ્પર્ધકો એકબીજા સાથે ટકરાઈને પડી ગયા હતા. બહેરીનનો ખેલાડી યેમાતાવ બાલવે ૨૮ મિનિટ ૧૩.૬૨ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.