ભારતીય મેન્સ હૉકી ટીમે શ્રીલંકાને ૧૬-૧થી હરાવ્યું

23 September, 2026 11:46 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

ભારતે એશિયન ગેમ્સમાં પુરુષ હૉકીની મૅચમાં શ્રીલંકાને ૧૬-૧થી હરાવીને પૂલ Aમાં સતત બીજી જીત મેળવી છે. જુગરાજ સિંહે ચાર, જ્યારે અભિષેક કુમાર અને દિલપ્રીત સિંહે ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. ભારત ટૉચ પર છે સાઉથ કોરિયા અને જપાન પાછળ છે હવે.

ભારતીય મેન્સ હૉકી

ગઈ કાલે એશિયન ગેમ્સમાં પુરુષ હૉકીની મૅચમાં ભારતે શ્રીલંકાને ૧૬-૧થી પરાજય આપ્યો હતો. જુગરાજ સિંહે ૪ ગોલ કર્યા જ્યારે અભિષેક કુમાર અને દિલપ્રીત સિંહ બન્નેએ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. 
આ જીત સાથે ભારતે મેન્સ હૉકી સ્પર્ધાના પૂલ Aમાં પોતાની બન્ને મૅચો જીતી લીધી છે. સાઉથ કોરિયા અને જપાનને પાછળ છોડીને ભારત હવે પૂલ Aમાં ટૉચના સ્થાને પહોંચી ગયું છે.
હવે મેન્સ હૉકી ટીમ ૨૪ સપ્ટેમ્બરે સાઉથ કોરિયા સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમ હવે આજે ૨૩ સપ્ટેમ્બરે થાઇલૅન્ડ સામે રમશે. પૂલ Bમાં ભારતની મહિલા ટીમ પણ પહેલા સ્થાને છે. 

asian games hockey Indian Mens Hockey Team sports news sports