✕

એશિયન પૅરા ગેમ્સમાં ભારતનાં ફ્લૅગબેરર બનશે પ્રમોદ ભગત અને ભાવિના પટેલ

08 October, 2026 04:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે ૮ ઑક્ટોબરે નવી દિલ્હીમાં એક વિશેષ સમારોહમાં ભારતીય દળને પાંચમા એશિયન પૅરા ગેમ્સ માટે ઑફિશ્યલી વિદાય આપવામાં આવશે.

પ્રમોદ ભગત અને ભાવિના પટેલ

જપાનના આઇચી-નાગોયામાં ૧૮થી ૨૪ ઑક્ટોબર દરમ્યાન દિવ્યાંગ ખેલાડીઓ માટેની એશિયન પૅરા ગેમ્સ 2026 રમાશે. ભારતના બે અત્યંત સફળ પૅરા-ઍથ્લીટ્સ પ્રમોદ ભગત અને ભાવિના પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળનું નેતૃત્વ કરતાં ફ્લૅગબેરર તરીકેની ભૂમિકા ભજવશે. પૅરા-બૅડ્‍મિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને ૪ બ્રૉન્ઝ સહિત ૬ મેડલ જીત્યા છે, જ્યારે પૅરા-ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેળવ્યા છે. આજે ૮ ઑક્ટોબરે નવી દિલ્હીમાં એક વિશેષ સમારોહમાં ભારતીય દળને પાંચમા એશિયન પૅરા ગેમ્સ માટે ઑફિશ્યલી વિદાય આપવામાં આવશે.

asian games sports news japan new delhi indian olympic association ioa Olympics