07 June, 2026 10:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૉકી અન્ડર-18 મેન્સ અને વિમેન્સ ટીમ
ભારતીય પુરુષ હૉકી ટીમે શનિવારે યજમાન જપાન સામે ૪-૧થી ફાઇનલ મૅચ જીતીને ત્રીજી વખત અન્ડર-18 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. પાકિસ્તાનને સેમી ફાઇનલમાં હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. અગાઉ ભારત ૨૦૦૧માં અને ૨૦૧૬માં ચૅમ્પિયન બન્યું હતું. ભારતીય મહિલા ટીમ ગઈ કાલે અન્ડર-18 એશિયા કપ 2026માં સાઉથ કોરિયા સામે ૩-૦થી જીત મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારતની મહિલા ટીમ ૨૦૦૦ના વર્ષમાં ચૅમ્પિયન બન્યા બાદ ૨૦૧૧ અને ૨૦૧૬માં પણ બ્રૉન્ઝ મેડલ જીતી હતી.