28 April, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેએલ રાહુલ
ભારતીય ટીમ માટે ૧૬ વર્ષ ક્રિકેટ રમનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૨૩માં જ્યારે રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારથી ભારતીય ટીમ પોતાના માટે ધોની જેવો પર્ફેક્ટ વિકેટકીપર-બૅટ્સમૅન શોધી નથી શકી. હવે સવાલ થઈ રહ્યા છે કે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર કોણ હશે? આ રેસમાં રિષભ પંત, સંજુ સૅમસન, કેએલ રાહુલ, ઈશાન કિશન અને દિનેશ કાર્તિક જેવાં નામ છે; પણ કયા વિકેટકીપરનું નસીબ ચમકશે? જો IPL 2024નાં પ્રદર્શનના આધારે T20 વર્લ્ડ કપ માટે વિકેટકીપરની પસંદગી કરવામાં આવે તો કોનો દાવો વધુ મજબૂત છે? ચાલો આ દાવેદારોના IPLનાં હમણાં સુધીનાં પ્રદર્શન પર એક નજર કરીએ.
|
આ પાંચમાંથી કોણ રમશે T20 વર્લ્ડ કપ? |
||||
|
વિકેટકીપર-બૅટ્સમૅન |
મૅચ |
રન |
કૅચ સ્ટમ્પ |
|
|
રિષભ પંત |
૯ |
૩૪૨ |
૧૦ |
૩ |
|
સંજુ સૅમસન |
૮ |
૩૧૪ |
૬ |
૧ |
|
કેએલ રાહુલ |
૮ |
૩૦૨ |
૯ |
૨ |
|
દિનેશ કાર્તિક |
૯ |
૨૬૨ |
૨ |
૦ |
|
ઈશાન કિશન |
૮ |
૧૯૨ |
૬ |
૦ |
|
( IPL 2024ની પ્રથમ ૪૨ મૅચનો રેકૉર્ડ) |
||||