ગેલ મૉનફિલ્ઝનું જીત સાથે ૪૦મી વર્ષગાંઠનું સેલિબ્રેશન

03 September, 2026 12:19 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

છેલ્લાં ૩૪ વર્ષમાં યુએસ ઓપનમાં જીત મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો

જીત બાદ પ્રેક્ષકોનું અભિવાદન કરતો ગેલ મૉનફિલ્ઝ.

પ્રેક્ષકોએ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા પોસ્ટરો લઈને આવ્યા હતા અને મૅચ બાદ એકસાથે ‘હૅપી બર્થ-ડે’ ગાઈને ઉજવણી કરી હતી.

ફ્રાન્સના ગેલ મૉનફિલ્ઝે ગઈ કાલે તેની ૪૦મી વર્ષગાંઠ યાદગાર બનાવી દીધી હતી. ન્યુ યૉર્કમાં ચાલી રહેલી યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ સેટ હાર્યા બાદ શાનદાર કમબૅક સાથે જીત મેળવીને તેણે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તે છેલ્લાં ૫૦ વર્ષમાં ૪૦ કે એથી વધુ ઉંમરે યુએસ ઓપનમાં સિંગલ્સમાં જીત મેળવનાર ઓવરઑલ ત્રીજો અને ૧૯૯૨માં જિમી કૉર્નરની કમાલ બાદ પહેલો ખેલાડી બની ગયો હતો. જીત બાદ પ્રેક્ષકોએ એકસાથે ‘હૅપ્પી બર્થ-ડે’ ગાઈને તેને અભિનંદન આપ્યાં હતાં. મૉનફિલ્ઝ પહેલાંથી જાહેરાત કરી ચૂક્યો છે કે ૨૦૨૬ બાદ તે રિટાયરમેન્ટ લેવાનો હોવાથી તે છેલ્લી વાર યુએસ ઓપનમાં રમી રહ્યો છે. 

new york new york city us open tennis news sports news sports