પ્રજ્ઞાનાનંદે અમેરિકાના નીમૅનને પણ હરાવ્યો

19 August, 2022 11:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રજ્ઞાનાનંદે અમેરિકાના ૧૯ વર્ષના અને વિશ્વના ૪૭મી રૅન્કવાળા હાન્સ નીમૅનને હરાવીને પોતાનું અવ્વલ સ્થાન વધુ મજબૂત કર્યું હતું

પ્રજ્ઞાનાનંદ

ભારતનો ૧૭ વર્ષનો ચેસ-સ્ટાર ગઈ કાલે પણ માયામી ખાતેની ચૅમ્પિયન્સ ચેસ ટૂરના એફટીએક્સ ક્રિપ્ટો કપના પૉઇન્ટ્સ-ટેબલમાં વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન જેટલા ૯ પૉઇન્ટ સાથે મોખરે હતો. પ્રજ્ઞાનાનંદે અમેરિકાના ૧૯ વર્ષના અને વિશ્વના ૪૭મી રૅન્કવાળા હાન્સ નીમૅનને હરાવીને પોતાનું અવ્વલ સ્થાન વધુ મજબૂત કર્યું હતું. પ્રજ્ઞાનાનંદે આ અઠવાડિયે જુનિયર વર્લ્ડ નંબર-વન અલીરેઝા ફિરોઉઝ્યાને અને વર્લ્ડ નંબર-સેવન ઍનિસ ગિરિને હરાવ્યા હતા.

sports sports news