ફુટબૉલ વર્લ્ડ કપની પ્રાઇઝ-મનીમાં ૫૦ ટકાનો વધારો

19 December, 2025 10:08 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ફિફાએ રેકૉર્ડ ૭૨૭ અમેરિકન મિલ્યન ડૉલર એટલે કે ઑલમોસ્ટ ૬૫૭૦ કરોડ રૂપિયાની ઇનામી રકમ રાખી છે

ફાઇલ તસવીર

અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાનારા મેન્સ ફિફા વર્લ્ડ કપ 2026 માટે પ્રાઇઝ-મનીની જાહેરાત કરવામાં આવી છે. કતરમાં ૨૦૨૨માં આયોજિત વર્લ્ડ કપની પ્રાઇઝ-મનીથી ૫૦ ટકા વધારે પ્રાઇઝ-મનીની જાહેરાત આગામી ફુટબૉલ વર્લ્ડ કપ માટે કરવામાં આવી છે. ફિફાએ રેકૉર્ડ ૭૨૭ અમેરિકન મિલ્યન ડૉલર એટલે કે ઑલમોસ્ટ ૬૫૭૦ કરોડ રૂપિયાની ઇનામી રકમ રાખી છે.

હાઇએસ્ટ ૪૮ ટીમોની આ આવૃત્તિમાં પ્રદર્શનના આધારે પ્રાઇઝ-મની મળશે. ચૅમ્પિયન ટીમને ૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૪૫૧ કરોડ રૂપિયા મળશે. રનર-અપ ટીમને ૩૩ મિલ્યન ડૉલર એટલે કે ૨૯૮ કરોડ રૂપિયા મળશે. ત્રીજા ક્રમની ટીમને ૨૯ મિલ્યન ડૉલર અને ચોથા ક્રમની ટીમને ૨૭ મિલ્યન ડૉલર મળશે. પાંચથી આઠમા ક્રમની ટીમને ૧૯ મિલ્યન ડૉલર, નવથી સોળમા ક્રમની ટીમને ૧૫ મિલ્યન ડૉલર, ૧૭થી ૩૧મા ક્રમની ટીમને ૧૧ મિલ્યન ડૉલર અને ૩૩થી ૪૮મા ક્રમ એટલે કે ગ્રુપ-સ્ટેજ બાદ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થનારી ટીમોને ૯ મિલ્યન ડૉલર મળશે. 

fifa world cup united states of america canada mexico qatar sports sports news