ફૅમિલીમૅન બની ગયો કબડ્ડીનો રેઇડર

08 December, 2023 08:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

‘ધ ફૅમિલીમૅન’ સિરીઝનો હીરો બાજપાઈ બિહારનો છે અને કબડ્ડીની રમત તેને બેહદ પ્રિય છે. પટના પાઇરેટ‍્સ તેની ફેવરિટ ટીમ છે

મનોજ બાજપાઈ પ્રો કબબડી લીગ માં રેડ કરતાં

ફેમસ ઍક્ટર મનોજ બાજપાઈ ગઈ કાલે અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગની ૧૦મી સીઝનની એક મૅચ વખતે ખાસ મહેમાન તરીકે હાજર રહ્યો હતો. ‘ધ ફૅમિલીમૅન’ સિરીઝનો હીરો બાજપાઈ બિહારનો છે અને કબડ્ડીની રમત તેને બેહદ પ્રિય છે. પટના પાઇરેટ‍્સ તેની ફેવરિટ ટીમ છે. તે ગઈ કાલની મૅચ પહેલાં ખેલાડીઓને મળ્યો હતો જેમાં ગુજરાત જાયન્ટ્‍સનો કૅપ્ટન ફઝલ અત્રાચલી અને પટના પાઇરેટ‍્સનો સુકાની નીરજ કુમાર પણ હતો. ગુજરાત જાયન્ટ્‍સ મંગળવારે સતત ત્રીજી મૅચ જીતી હતી. એમાં એણે યુ મુમ્બાને ૩૯-૩૭થી હરાવી હતી.

28-28
અમદાવાદમાં જયપુર પિન્ક પૅન્થર્સ અને બેન્ગૉલ વૉરિયર્સ વચ્ચેની મૅચ આટલા સ્કોર સાથે ડ્રૉમાં ગઈ હતી.

manoj bajpayee pro kabaddi league sports news ahmedabad