09 August, 2025 09:01 AM IST | Poland | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પોલૅન્ડમાં આયોજિત છઠ્ઠા ઇન્ટરનૅશનલ યુસ્ટ્રોન ચેસ ફેસ્ટિવલમાં યંગેસ્ટ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. તેણે અને તેના પપ્પા સહિત અન્ય કેટલાક ગેસ્ટે હેલિકૉપ્ટરમાંથી ટુર્નામેન્ટના સ્થળે એન્ટ્રી કરી હતી, જ્યાં ચેસ-ફૅન્સે ‘વેલકમ ગુકેશ’ લખેલાં પોસ્ટર લહેરાવીને તેનું અનોખું સ્વાગત કર્યું હતું.