03 October, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુતીર્થ મુખરજી અને અહિકા મુખરજીની જોડી
ચીનમાં હાન્ગજોની એશિયન ગેમ્સમાં ભારતને ગઈ કાલે સુતીર્થ મુખરજી અને અહિકા મુખરજીની જોડી ટેબલ ટેનિસમાં ડબલ્સની સેમી ફાઇનલમાં હારી જતાં બ્રૉન્ઝ જીતી હતી. ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન ચીનની વર્લ્ડ ચૅમ્પિયન હરીફ જોડીને હરાવતાં સુતીર્થ-અહિકાએ મોટી સિદ્ધિ મેળવી હતી, પરંતુ તેમણે કાંસ્યચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે મહિલા ટેબલ ટેનિસમાં ભારત માટે આ ઐતિહાસિક મેડલ છે.
60
એશિયન ગેમ્સમાં ગઈ કાલે ભારતના ખાતે કુલ આટલા મેડલ હતા જેમાં ૧૩ ગોલ્ડ, ૨૪ સિલ્વર, ૨૩ બ્રૉન્ઝનો સમાવેશ હતો.