કચ્છી જૈન સમાજનો દીપ રાંભિયા બૅડ્‌મિન્ટનમાં બન્યો ભારતનો ડબલ્સનો નંબર-વન ખેલાડી

20 January, 2023 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના જ અક્ષન શેટ્ટીના તેમ જ તામિલનાડુના રુબેન કુમાર અને હરિહરન અમ્સાકારુનનના પણ ૫૯૬ પૉઇન્ટ છે.

દીપ રાંભિયા

ભારતમાં ક્રિકેટ અને ફુટબૉલ ઉપરાંત ટેનિસની માફક બૅડ્મિન્ટનની રમત પર ખૂબ લોકપ્રિય છે અને એના ટોચના ખેલાડીઓ યુવા વર્ગ માટે રોલ-મૉડલ બની રહેતા હોય છે. ભૂતકાળમાં ભારતીય બૅડ્મિન્ટનમાં ટોચના સ્થાને રહી ચૂકેલી પ્લેયર્સ સાઇના નેહવાલ, પી. વી. સિંધુ, અપર્ણા પોપટ, જ્વાલા ગુટ્ટા, અ​શ્વિની પોનપ્પા, તન્વી લાડ તેમ જ પુરુષ ખેલાડીઓ પ્રકાશ પદુકોણ, પુલેલા ગોપીચંદ, શ્રીકાંત કિદામ્બી, લક્ષ્ય સેન, એચ. એસ. પ્રણોય વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો : સિંધુનું પાંચ મહિને કમબૅક : આજે રમશે મલેશિયન ઓપનમાં

અપર્ણા પોપટની માફક હવે વધુ એક ગુજરાતી ખેલાડી બૅડ્મિન્ટનમાં ચમકી રહ્યો છે. મુલુંડમાં રહેતો ૨૩ વર્ષનો દીપ રાંભિયા તાજેતરમાં જ ભારતના મેન્સ ડબલ્સ બૅડ્મિન્ટન રૅન્કિંગમાં નંબર-વન બન્યો છે. તે કચ્છી જૈન દેરાવાસી જ્ઞાતિનો છે અને બિઝનેસ મૅનેજમેન્ટના અભ્યાસ સાથે સંકળાયેલો છે. તેના નામે સૌથી વધુ ૫૯૬ પૉઇન્ટ છે. મહારાષ્ટ્રના જ અક્ષન શેટ્ટીના તેમ જ તામિલનાડુના રુબેન કુમાર અને હરિહરન અમ્સાકારુનનના પણ ૫૯૬ પૉઇન્ટ છે. દીપ રાંભિયા તાજેતરમાં રાય બરેલીની ટુર્નામેન્ટ જીતીને ડબલ્સમાં નંબર-વન થયો છે. વિમેન્સમાં ખુશી ગુપ્તા અને પ્રિયા દેવી ભારતમાં ડબલ્સની નંબર-વન ખેલાડીઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોમાં સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી મેન્સ ડબલ્સમાં અને જૉલી ટ્રિસા તથા ગાયત્રી પુલેલા વિમેન્સ ડબલ્સમાં મોખરે છે.

sports sports news badminton news world badminton championships