ઑલિમ્પિક્સમાં 119 ખેલાડીઓ લેશે ભાગ

14 July, 2021 12:38 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાંથી 119 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રાના જણાવ્યા પ્રમાણે ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત કુલ ૨૨૮ લોકોને મોકલશે, જેમાં ૧૧૯ ઍથ્લેટિક્સ છે. વડા પ્રધાન સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે એમાં ૬૭ પુરુષો અને બાવન મહિલા ખેલાડીઓ છે. ભારત કુલ ૮૫ ઇવેન્ટમાં ભાગ લેશે. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ભારત ખેલાડીઓને મોકલી રહ્યું છે.

sports news tokyo olympics 2020 tokyo