26 May, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે વૈભવ સૂર્યવંશીને રમતો જોવા બિહારથી તેના પપ્પા, મોટો અને નાનો ભાઈ અને તેની મમ્મી મુંબઈ આવ્યાં હતાં
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનની યુટ્યુબ ચૅનલ પર વૈભવ સૂર્યવંશીએ પોતાના સૌથી મોટા સપના વિશે મોટો ખુલાસો કર્યો છે. કેવિન પીટરસનની યુટ્યુબ ચૅનલની ચૅલેન્જમાં વૈભવ સૂર્યવંશીએ પચીસ બૉલમાં સદી પૂરી કરી હતી. આ ચૅનલ પર શ્રેયસ ઐયરની બાવીસ બૉલની સદી બાદ આ સૌથી ફાસ્ટેસ્ટ સદી હતી.
૧૫ વર્ષના વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીએ કહ્યું, ‘માત્ર ફિફ્ટી અને સેન્ચુરી મારીને મને સંતોષ નથી મળતો. હું T20 ક્રિકેટમાં ૨૦૦ રન ફટકારવા ઇચ્છું છું. મારે ક્રિસ ગેઇલનો ૧૭૫ રનનો રેકૉર્ડ તોડવો છે.’
IPL 2013 દરમ્યાન બૅન્ગલોર તરફથી રમતાં ક્રિસ ગેઇલે ૧૭૫ રનની હાઇએસ્ટ વ્યક્તિગત ઇનિંગ્સ રમી હતી. હજી સુધી કોઈ ખેલાડી ઑફિશ્યલ મૅચમાં ૨૦૦ રનનો સ્કોર કરી શક્યું નથી.