વિરાટ કોહલી સાથેના અણબનાવ પછી ટ્રૅવિસ હેડની પત્નીને સોશ્યલ મીડિયા પર રેપની ધમકીઓ મળી

26 May, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં બૅન્ગલોર અને હૈદરાબાદની મૅચ દરમ્યાન ભારતના વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલીએ મૅચ બાદ ટ્રૅવિસ હેડ સાથે હાથ પણ મિલાવ્યો નહોતો.

વિરાટ કોહલી સાથેના અણબનાવ પછી ટ્રૅવિસ હેડની પત્નીને સોશ્યલ મીડિયા પર રેપની ધમકીઓ મળી

થોડા સમય પહેલાં બૅન્ગલોર અને હૈદરાબાદની મૅચ દરમ્યાન ભારતના વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલીએ મૅચ બાદ ટ્રૅવિસ હેડ સાથે હાથ પણ મિલાવ્યો નહોતો. આ ઘટના બાદ ટ્રૅવિસ હેડની પત્ની જેસિકા હેડને ભારતીય ચાહકો તરફથી ઑનલાઇન દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે.

જેસિકા હેડે ખુલાસો કર્યો કે તેને ઑનલાઇન અપશબ્દો સાથે રેપની ધમકીઓ મળી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘એવું લાગ્યું છે કે વન-ડે વર્લ્ડ કપ 2023 ફાઇનલ પછી અમે જે દુર્વ્યવહારનો સામનો કર્યો હતો એ ચક્ર ફરી શરૂ થઈ રહ્યું છે. જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે મારા સોશ્યલ મીડિયા પર દુર્વ્યવહારનો બૉમ્બમારો થઈ રહ્યો હતો. અમે ઠીક છીએ પરંતુ તેઓ હવે મારા મિત્રો અને પરિવારને નિશાન બનાવી રહ્યા છે. અગાઉ મારી નાની દીકરી માટે પણ ધમકીઓ મળી હતી.’

travis head sunrisers hyderabad royal challengers bangalore social media IPL 2026 cricket news sports news