૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને ખરીદવા ઑક્શનમાં રાજસ્થાન-દિલ્હી વચ્ચે થઈ હતી બિડિંગ-વૉર

29 May, 2026 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એલિમિનેટર મૅચમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની તોફાની બૅટિંગ બાદ ૨૦૨૪માં આયોજિત IPL 2025ના ઑક્શનનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

એલિમિનેટર મૅચમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની તોફાની બૅટિંગ બાદ ૨૦૨૪માં આયોજિત IPL 2025ના ઑક્શનનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. એ ઑક્શનમાં ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને ખરીદવા માટે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જબરદસ્ત બિડિંગ-વૉર જોવા મળી હતી.

૩૦ લાખની બેઝ-પ્રાઇસવાળા આ ટીનેજરને ખરીદવા માટે બન્ને ટીમે કુલ ૧૬ વખત બોલી લગાવી હતી. સૌથી પહેલાં બોલી દિલ્હીએ લગાવી હતી. અંતે એ સમયના હેડ કોચ રાહુલ દ્રવિડના સૂચન અનુસાર રાજસ્થાન રૉયલ્સે ૧.૧૦ કરોડ રૂપિયામાં વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કર્યો હતો.

વૈભવ સૂર્યવંશીને ખરીદવા રાજસ્થાન અને દિલ્હીના માલિકો વચ્ચે રસાકસી જોવા મળી હતી.

વૈભવ સૂર્યવંશીને ખરીદવા બન્ને ટીમ વચ્ચે લાગેલી બોલીનો ક્રમ
દિલ્હી કૅપિટલ્સ - ૩૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૩૫ લાખ
દિલ્હી કૅપિટલ્સ - ૪૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૪૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૫૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૫૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૬૦ લાખ
રાજસ્થાન રૉયલ્સ - ૬૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૭૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૭૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૮૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૮૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૯૦ લાખ 
રાજસ્થાન રૉયલ્સ - ૯૫ લાખ 
દિલ્હી કૅપિટલ્સ - ૧ કરોડ 
રાજસ્થાન રૉયલ્સ - ૧.૧૦ કરોડ 

vaibhav sooryavanshi delhi capitals rajasthan royals IPL 2026 cricket news sports news