21 September, 2023 06:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
આવતા વર્ષે અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડીઝમાં સંયુક્ત રીતે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે, જેમાં અમેરિકાના ન્યુ યૉર્ક, ડૅલસ અને ફ્લૉરિડામાં ત્રણ સ્થળોને આઇસીસીએ મંજૂરી આપી છે. આઇસીસીના જણાવ્યા પ્રમાણે બ્રોવર્ડ કાઉન્ટી (ફ્લૉરિડા), ગ્રૅન્ડ પ્રેરી (ડૅલસ) અને આઇઝોનહોવર પાર્ક ( ન્યુ યૉર્ક) આ ત્રણેય સ્ટેડિયમમાં મૅચનું આયોજન કરાશે. આઇસીસીએ ૨૦૨૧માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાશે એવી ઘોષણા કરી હતી. અમેરિકામાં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ સૌથી મોટો હશે, કારણ કે આમાં ૨૦ ટીમ ટ્રોફી માટે ટકરાશે. વળી ત્રણ સ્ટેડિયમમાં મૉડ્યુલર સ્ટેડિયમ સોલ્યુશનનો ઉપયોગ કરીને વધુ ને વધુ દર્શકોને સમાવવાનો પ્રયાસ કરાશે. આ જ ટેક્નિકનો ઉપયોગ કરીને નસાઉ કાઉન્ટી ન્યુ યૉર્કમાં ૩૪,૦૦૦ બેઠકો ધરાવતું સ્ટેડિયમ બનાવવામાં આવશે. આગામી મહિનામાં એની માટે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ છે.