એશિયા કપ માટે અન્ય સભ્ય દેશોનો ટેકો મહત્ત્વનો : પીસીબી ચીફ સેઠી

19 March, 2023 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત ઇચ્છે છે કે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં, પણ અન્ય કોઈ દેશમાં થાય. વળી ભારત એશિયા ખંડમાં ભારે પ્રભાવ ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ નજમ સેઠીએ ગઈ કાલે કહ્યું હતું કે એશિયા કપની યજમાની માટે અન્ય એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના સભ્યોનો ટેકો પણ મહત્ત્વનો છે. ભારત ઇચ્છે છે કે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં, પણ અન્ય કોઈ દેશમાં થાય. વળી ભારત એશિયા ખંડમાં ભારે પ્રભાવ ધરાવે છે. એ​સીસીના ચીફ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે અગાઉ કહ્યું હતું કે આ વર્ષે યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તેમ જ આ ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે અન્યત્ર ખસેડવામાં આવે. દુબઈમાં આયોજિત એસીસી અને આઇસીસીની મીટિંગમાં ભાગ લેવા માટે દુબઈ જતાં પહેલાં પીસીબીના પ્રમુખ નજમ સેઠીએ લાહોરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે મેં આ મામલે એસીસીના સિનિયર સભ્યો સાથે વાત કરી છે તેમ જ અમારી સમસ્યા જણાવી છે. કોઈ યોગ્ય ઉકેલ લાવવા પણ કહ્યું હતું.’

પાકિસ્તાનના લોકો જ સુર​ક્ષિત નથી : હરભજન

ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ભારતીય ક્રિકેટ બોર્ડના પક્ષમાં નિવેદન કરતાં કહ્યું હતું કે જો એશિયા કપ પાકિસ્તાનમાં આયોજિત કરાય તો ભારતીય ટીમે ત્યાં જવાનો ખતરો ન લેવો જોઈએ, કારણ કે ત્યાં જવું સુર​ક્ષિત નથી, કારણ કે ત્યાંના લોકો જ પોતાના દેશમાં સલામત નથી.’  

sports news cricket news asia cup