ઘરઆંગણે હૈદરાબાદે રેકૉર્ડ લાગલગાટ નવમી વખત પંજાબી ટીમને ધૂળ ચટાડી

08 May, 2026 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩૩ રને પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૫થી પંજાબ સામે હૈદરાબાદે સતત નવમી જીત મેળવી છે. એક વેન્યુ પર હરીફ સામે મેળવેલી આ સતત નવમી IPL જીત છે.

ઘરઆંગણે હૈદરાબાદે રેકૉર્ડ લાગલગાટ નવમી વખત પંજાબી ટીમને ધૂળ ચટાડી

બુધવારે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩૩ રને પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૫થી પંજાબ સામે હૈદરાબાદે સતત નવમી જીત મેળવી છે. એક વેન્યુ પર હરીફ સામે મેળવેલી આ સતત નવમી IPL જીત છે. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ૨૦૧૦થી ૨૦૨૪ સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને ચેપૉકમાં સતત ૮ મૅચમાં માત આપી હતી.

એક વેન્યુ પર હરીફ સામે સૌથી વધુ જીત મામલે મુંબઈ સૌથી આગળ છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ કલકત્તાને ૧૩ મૅચમાંથી ૧૧ મૅચમાં હરાવ્યું છે. હૈદરાબાદ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પંજાબ સામે ૧૧માંથી ૧૦ જીત સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૧ વખત ૨૨૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરવા ઊતર્યું છે. હૈદરાબાદ તમામ ૧૧ મૅચમાં ૨૨૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં સફળ રહ્યું છે. IPLમાં વિદેશી કૅપ્ટન તરીકે હાઇએસ્ટ ૮ વખત ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરવાના મામલે પૅટ કમિન્સે ડેવિડ વૉર્નરની બરાબરી કરી છે. સૌથી વધુ રોહિત શર્માએ મુંબઈના કૅપ્ટન તરીકે ૧૦ વખત ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો છે. આ ત્રણેય કૅપ્ટન ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા સમયે ક્યારેય નથી હાર્યા.

punjab kings sunrisers hyderabad IPL 2026 cricket news sports news