સ્ટીવ વૉ સૌથી સેલ્ફિશ પ્લેયર છે જેની સાથે હું રમ્યો છું : શેન વૉર્ન

17 May, 2020 09:57 AM IST  |  Sydney | Agencies

સ્ટીવ વૉ સૌથી સેલ્ફિશ પ્લેયર છે જેની સાથે હું રમ્યો છું : શેન વૉર્ન

શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન સફળ સ્પિનર રહી ચૂકેલા શેન વૉર્ને કહ્યું છે કે પોતાની કરીઅરમાં હું જે પણ પ્લેયરો સાથે રમ્યો છું એમાં સ્ટીવ વૉ સૌથી સેલ્ફિશ પ્લેયર છે. વાસ્તવમાં પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરમાં સ્ટીવ વૉ કેટલી વાર રનઆઉટ થયો છે એ વિશે ચર્ચા ચાલી રહી હતી અને એ ચર્ચામાં પોતાનો જવાબ આપતાં વૉર્ને કહ્યું કે ‘પોતાની ટેસ્ટ કરીઅરમાં સ્ટીવ વૉ સૌથી વધારે ૧૦૪ વખત રનઆઉટ થયો છે અને તેણે પોતાની સામે રમી રહેલા પાર્ટનરને ૭૩ વાર રનઆઉટ કરાવ્યો છે. બરાબર? મેં ૧૦૦૦ વાર કહ્યું છે કે હું સ્ટીવ વૉ સાથે નફરત નથી કરતો. મેં તેને મારી બેસ્ટ ઑસ્ટ્રેલિયન ટીમમાં પણ સામેલ કર્યો છે. વાત માત્ર એ છે કે મારી કરીઅરમાં હું જે પણ પ્લેયર સાથે રમ્યો છું એમાં સ્ટીવ વૉ સૌથી સેલ્ફિશ છે. તેને હંમેશાં પોતાના ૫૦ની ઍવરેજની જ ચિંતા થતી હોય છે.’

sports news cricket news shane warne australia