21 September, 2023 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે છ વિકેટ ઝડપનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આઇસીસી વન-ડે બોલિંગ રૅન્કિંગમાં ફરી એક વાર નંબર વનના સ્થાને પહોંચ્યો છે. જાન્યુઆરીમાં એ પ્રથમ ક્રમાંક પર હતો, પરંતુ માર્ચમાં જૉસ હૅઝલવુડ આ ક્રમાંક પર પહોંચ્યો હતો. શ્રીલંકાને માત્ર ૫૦ રનમાં ઑલઆઉટ કરીને ભારતને ૧૦ વિકેટથી જિતાડવામાં મહત્ત્વનો ફાળો આપનારા સિરાજે આઠ ક્રમાંક વધીને ફરી એક વાર ટોચનું સ્થાન મેળવ્યું હતું. બૅટર્સમાં ઓપનર શુભમન ગિલ અને રોહિત અનુક્રમે બીજા અને દસમા ક્રમાંક પર યથાવત્ છે. ટૉપ-૨૦ ઑલરાઉન્ડમાં હાર્દિક પંડ્યા એકમાત્ર ભારતીય છે. જે એક સ્થાન ઉપર એટલે કે છઠ્ઠા ક્રમાંક પર પહોંચ્યો હતો.