11 October, 2025 12:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ (ફાઈલ તસવીર)
ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે છેક સાતમી ટેસ્ટ-મૅચમાં પહેલી વખત ટૉસ જીત્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન રૉસ્ટન ચેસે ટૉસ સમયે હેડ્સ કહ્યું, પણ સિક્કા પર ટેલ્સ આવતાં શુભમન ગિલને પહેલાં બેટિંગ પસંદ કરવાની તક મળી હતી. સતત ૬ ટેસ્ટ-મૅચમાં ટૉસ હારનાર શુભમન ગિલની આ સફળતા પર હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સાથી પ્લેયર્સે મજા લીધી હતી. ટૉસ બાદ મેદાન પર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા તેની મશ્કરી કરતા અને શુભેચ્છા પાઠવતાં જોવા મળ્યા હતા.