શુભમન ગિલ ઍન્ડ કંપનીના હાથ સતત ત્રીજા વર્ષે રહેશે ખાલી?

21 March, 2026 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટનનો ટૅગ લાગ્યા બાદ શુભમન ગિલ પર IPL 2026 જીતવાનું પ્રેશર વધુ હશે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ટીમમાંથી બહાર થયા બાદ પોતાની જાતને સાબિત કરીને ગુજરાત ટાઇટન્સને ફરી ચૅમ્પિયન બનાવવાનો પડકાર પણ તેની સામે હશે.

શુભમન ગિલ ઍન્ડ કંપનીના હાથ સતત ત્રીજા વર્ષે રહેશે ખાલી?

ભારતના વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટનનો ટૅગ લાગ્યા બાદ શુભમન ગિલ પર IPL 2026 જીતવાનું પ્રેશર વધુ હશે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ટીમમાંથી બહાર થયા બાદ પોતાની જાતને સાબિત કરીને ગુજરાત ટાઇટન્સને ફરી ચૅમ્પિયન બનાવવાનો પડકાર પણ તેની સામે હશે. ગુજરાતની ટીમ પહેલી બે સીઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ફાઇનલ મૅચ રમી શકી હતી. છેલ્લી સીઝનમાં ગુજરાતની ટીમ એલિમિનેટર મૅચમાં હારીને બહાર થઈ ગઈ હતી.

ગુજરાત ટાઇટન્સ પાસે એક જબરદસ્ત ટૉપ ઑર્ડર છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી બાદ જૉસ બટલર ત્રીજા ક્રમે ગુજરાતની બૅટિંગ લાઇનઅપને મજબૂત બનાવે છે. ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર ટૉમ બૅન્ટન ભારતના કેટલાક યંગ બૅટર્સ સાથે મિડલ-ઑર્ડરને સંભાળી શકે છે.

આ ટીમ પાસે જેસન હોલ્ડર, ગ્લેન ફિલિપ્સ, રાશિદ ખાન અને રાહુલ તેવાટિયા સહિતના દમદાર ફિનિશર પણ છે. સ્પિનર્સ સાઈ કિશોર, રાશિદ ખાન, વૉશિંગ્ટન સુંદરની સાથે ફાસ્ટ બોલિંગ યુનિટમાં મોહમ્મદ સિરાજ, ઇશાન્ત શર્મા, કૅગિસો રબાડા જેવાં નામ હરીફ ટીમને પરસેવો પડાવી શકે છે.

ગુજરાત ટાઇટન્સ માટે દરેક મૅચ રમ્યો છે રાહુલ તેવતિયા 
ફિનિશર અને ઑલરાઉન્ડર રાહુલ તેવાટિયા ગુજરાત માટે ચારેય સીઝનમાં રમાયેલી તમામ ૬૦ મૅચમાં રમ્યો છે. તેણે ટોટલ ૫૯૧ રન કર્યા છે. પહેલી બે સીઝનમાં જ સ્પિનર તરીકે તેને બોલિંગની તક મળી હતી. જોકે તે ગુજરાત માટે એકેય વિકેટ લઈ શક્યો નથી. રાજસ્થાન, દિલ્હી અને પંજાબ જેવી અન્ય ત્રણ ટીમો માટે તેણે ટોટલ ૩૨ વિકેટ લીધી છે. 

28.12
ગુજરાત ટાઇટન્સની વર્તમાન સ્ક્વૉડની ઍવરેજ ઉંમર આટલી છે. 
2449 
આટલા રન સાથે ગુજરાતનો હાઇએસ્ટ રન-સ્કોરર છે શુભમન ગિલ.
65 
આટલા રન સાથે રાશિદ ખાન ગુજરાતનો હાઇએસ્ટ વિકેટટેકર છે. 

કોચિંગ સ્ટાફમાં કોણ-કોણ છે? 
ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા પહેલા વર્ષથી ગુજરાત ટાઇટન્સનો હેડ કોચ છે. તે મૅચ દરમ્યાન બાઉન્ડરીલાઇન પર ઊભો રહીને જવાબદારી સંભાળતો જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાના લેજન્ડ બૅટર મૅથ્યુ હેડન અને ભારતનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર પાર્થિવ પટેલ બૅટિંગ-કોચ છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન વિજય દહિયાને સહાયક કોચ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

ટીમનો સૌથી યંગ અને ઓલ્ડેસ્ટ પ્લેયર કોણ? 
ગુજરાત ટાઇટન્સની વર્તમાન સ્ક્વૉડમાં ઝારખંડનો વિકેટકીપર-બૅટર કુમાર કુશાગ્ર સૌથી યંગેસ્ટ પ્લેયર છે. તેની ઉંમર હાલમાં ૨૧ વર્ષ ૧૪૭ દિવસ છે. દિલ્હીનો ફાસ્ટ બોલર ઇશાન્ત શર્મા ૩૭  વર્ષ ૧૯૮ દિવસની ઉંમર સાથે સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે. 

ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન 
૨૦૨૨ - ચૅમ્પિયન 
૨૦૨૩  - રનરઅપ 
૨૦૨૪  - આઠમા ક્રમે 
૨૦૨૫  - એલિમિનેટર

ગુજરાત ટાઇટન્સનો રેકૉર્ડ 
ટોટલ મૅચ - ૬૨  
જીત - ૩૭  
હાર - ૨૩ 
નો-રિઝલ્ટ - ૨ 
જીતની ટકાવારી - ૬૧.૬૭ ટકા 

shubman gill gujarat titans IPL 2026 cricket news sports news