02 May, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૉફી શાઇનનો શિખર ધવન સાથેનો ફોટો
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનની કથિત ગર્લફ્રેન્ડ સૉફી શાઇને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી તેમના રિલેશનશિપને કન્ફર્મ કર્યું છે. તેણે શિખર ધવન સાથેનો સુંદર ફોટો શૅર કરીને કૅપ્શનમાં હાર્ટ ઇમોજી સાથે લખ્યું હતું, ‘માય લવ’. આ પોસ્ટ ટૂંક સમયમાં વાઇરલ થઈ ગઈ અને ધવને પણ એક રીતે સંકેત આપી દીધો છે કે તેને ફરીથી પ્રેમ મળી ગયો છે.