21 February, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાદાબ ખાન અને શાહિદ આફ્રિદી
પાકિસ્તાનના ઑલરાઉન્ડર શાદાબ ખાને હાલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર્સ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર્સને માત્ર નિવેદન આપતાં આવડે છે. T20 વર્લ્ડ કપમાં ભારતને ૨૦૨૧માં અમારી ટીમે પહેલી વખત હરાવી હતી, તેમણે કશું ઉખાડ્યું નથી.’
શાદાબ ખાનના આ નિવેદન પર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે ‘શાદાબ ખાન અને તેના સાથી-પ્લેયર્સ ૨૦૨૧માં ભારતને હરાવીને પણ માન જાળવી શક્યા નથી. તેઓ ટીમને જ સંભાળી શક્યા નહીં. શાદાબ દીકરા, તેં નામિબિયા સામે જ પ્રદર્શન કર્યું છે. બેટા, પર્ફોર્મન્સ પર ધ્યાન આપ અને મોટી ટીમ સામે રમીને દેખાડ. પછી અમને ચૂપ કરવા આવજે.’