ટી૨૦ વર્લ્ડ કપના ૧૬ ટીમના કૅપ્ટન્સનો સેલ્ફી

16 October, 2022 08:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં  ગઈ કાલે મેલબર્નમાં ૧૬ ટીમના કૅપ્ટનોએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

ટી૨૦ વર્લ્ડ કપના ૧૬ ટીમના કૅપ્ટન્સનો સેલ્ફી

આજથી ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં  ગઈ કાલે મેલબર્નમાં ૧૬ ટીમના કૅપ્ટનોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. ફાઇનલ ૧૩ નવેમ્બર મેલબર્નમાં રમાશે. દરમ્યાન યજમાન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ઍરોન ફિન્ચે તમામ કૅપ્ટનો સાથે સેલ્ફી લીધો હતો. મુખ્ય સુપર-12 રાઉન્ડની શરૂઆત ભારત-પાકિસ્તાન વચ્ચેના ૨૩ ઑક્ટોબરના મુકાબલાથી થશે. કુલ ૮ ટીમો ક્વૉલિફાય થઈ ચૂકી છે, પરંતુ આજથી શરૂ થનારા પહેલા રાઉન્ડમાં ગ્રુપ-એમાં નેધરલૅન્ડ્સ, શ્રીલંકા, યુએઈ અને નામિબિયા જેવી ટીમો છે. તો ગ્રુપ-બીમાં આયરલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સ્કૉટલૅન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો છે. દરેક ગ્રુપમાંથી ટોચ પર રહેનાર બે ટીમો સુપર-12 સ્ટેજમાં જશે.

sports news cricket news t20