આજે દિલ્હીની ઘાયલ સેનાનાં બૅન્ગલોરના ગઢમાં કપરાં ચઢાણ

18 April, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLની આ સીઝનના પાંચમા ડબલ હેડરની પહેલી ટક્કર આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. IPL ૨૬મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે DC મેદાન પર ઊતરશે. ચાર મૅચમાં છેલ્લી બન્ને મૅચ હારના કારણે અક્ષર પટેલ ઍન્ડ કંપનીએ હવે જબરદસ્ત વાપસી કરવી પડશે.

આજે દિલ્હીની ઘાયલ સેનાનાં બૅન્ગલોરના ગઢમાં કપરાં ચઢાણ

IPLની આ સીઝનના પાંચમા ડબલ હેડરની પહેલી ટક્કર આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. IPL 2026ની ૨૬મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે દિલ્હી કૅપિટલ્સ મેદાન પર ઊતરશે. ચાર મૅચમાં છેલ્લી બન્ને મૅચ હારના કારણે અક્ષર પટેલ ઍન્ડ કંપનીએ હવે જબરદસ્ત વાપસી કરવી પડશે. જોકે પાંચમાંથી માત્ર બે મૅચ હારનાર રજત પાટીદારની ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર સામે કમબૅક કરવું મુશ્કેલ બનશે. ગ્રીન ઇનિશ્યેટિવના ભાગરૂપે બૅન્ગલોર પ્રતિષ્ઠિત લીલી જર્સીમાં જોવા મળશે.

બૅન્ગલોર પાસે ઑરેન્જ કૅપ હોલ્ડર વિરાટ કોહલી, કૅપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ, ફિલ સૉલ્ટ અને ટિમ ડેવિડ સહિતની વિસ્ફોટક બૅટિંગ લાઇનઅપ છે. કે. એલ. રાહુલ, સમીર રિઝવી, ડેવિડ મિલર સહિતના બૅટર્સ હોવા છતાં છેલ્લી બે મૅચમાં દિલ્હી રન-ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ટીમ હજી પણ સક્ષમ ખેલાડીઓની શોધમાં છે જે બૅટિંગ લાઇનઅપને સ્થિરતા પ્રદાન કરી શકે.
બૅન્ગલોરમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને સ્પિનર કૃણાલ પંડયા ૭-૭  વિકેટ સાથે તરખાટ મચાવી રહ્યા છે. દિલ્હી માટે ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડી સૌથી વધુ પાંચ વિકેટ લઈ શક્યો છે. કૅપ્ટન અને સ્પિનર અક્ષર પટેલ ચાર મૅચમાં ત્રણ વિકેટ જ લઈ શક્યો છે.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ ૧૪ મૅચમાંથી પાંચ જીત્યું છે, ૮ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. આ તમામ મૅચ તેઓ હોમ ટીમ બૅન્ગલોર સામે જ રમ્યા છે. દિલ્હી અને બૅન્ગલોરની છેલ્લી ટક્કરમાં અહીં લોકલ-બૉય રાહુલે ૯૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમીને દિલ્હીને ૧૬૪ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો હતો. બૅન્ગલોર અહીં ૧૦૮ મૅચમાંથી છેલ્લી પાંચ મૅચ સહિત ૫૪ મૅચ જીત્યું છે, ૫૦ મૅચમાં હાર મળી છે અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૩૩

બૅન્ગલોરની જીત

૨૦

દિલ્હીની જીત

૧૨

નો-રિઝલ્ટ

 

royal challengers bangalore delhi capitals IPL 2026 cricket news sports news