21 April, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ: અ વેરી અનયુઝુઅલ મેમ્વાર’
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારાએ એક ક્રિકેટરની પત્ની તરીકેના પોતાના જીવનના અનુભવોને એક પુસ્તકમાં શબ્દોરૂપે ઉતાર્યા છે. ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ: અ વેરી અનયુઝુઅલ મેમ્વાર’ નામની તેની બુક ૨૯ એપ્રિલે લૉન્ચ થશે. જોકે બુકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. રાજકોટના આ ક્રિકેટરની અનોખી સફર અને તેનાં મમ્મી-પપ્પાના બલિદાનનો ઉલ્લેખ પણ આ બુકમાં કરવામાં આવ્યો છે.