કોરોનાને મ્હાત આપી ઋષભ પંત જોડાયા ટીમમાં

22 July, 2021 04:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે.

ઋષભ પંત

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ માટે પંતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.  તાજેતરમાં  ઋષભ પંત કોરોનાથી્ સંક્રમિત થયા હતા. જેના કારણે તેને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા 20 દિવસના વિરામ પર હતી. ત્યારે પંત આ વાયરસથી પ્રભાવિત થયા હતા. બીસીસીઆઈ દ્વારા પંતની કોરોનાથી રિકવરી અંગેની માહિતી આપવામાં આવી છે. BCCIએ ટ્વિટ કરી આ અંગે પુષ્ટી કરી છે.  

તમને જણાવી દઈએ કે જ્યારે પંત 20 દિવસના વિરામ પર હતા તે દરમિયાન તે ટીમ હોટલ સાથે રહ્યા નહતા. આ દરમિયાન 8 જુલાઈના રોજ લેવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  

વાયરસથી સંક્રમિત થયા પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ સંપૂર્ણ દેખરેખ હેઠળ હતી. કોરોનાથી સ્વસ્થ થયા પછી બીસીસીઆઈએ પંતને લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, `આરટી-પીસીઆર પરીક્ષણમાં નકારાત્મક આવ્યા પછી હવે પંત દહરામમાં ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.`

sports news Rishabh Pant coronavirus