RCB માર્કેટિંગ હેડને કર્ણાટક હાઈ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા

15 June, 2025 06:56 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ઉજવણી દરમ્યાન જે નાશભાગ થઈ હતી એ મામલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

માર્કેટિંગ હેડ નિખિલ સોસલે

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ઉજવણી દરમ્યાન જે નાશભાગ થઈ હતી એ મામલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ટીમના માર્કેટિંગ હેડ નિખિલ સોસલે અને ટીમ સાથે સંકળાયેલી ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઇનમેન્ટના બે અધિકારીઓને વચગાળાના જામીન મળ્યા છે. કર્ણાટક હાઈ કોર્ટથી તેમને પાસપોર્ટ સોંપવા સહિત અનેક શરતો પર જામીન મળ્યા છે. નિખિલ સોસલે અને તેની પત્ની માલવિકા નાયક વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માનાં નજીકનાં મિત્રો છે.

royal challengers bangalore bengaluru karnataka high court karnataka IPL 2025 cricket news sports news