મૅમ, એક મૅચમાં ઓપનિંગ બૅટિંગ કરવાની તક મળી જાય તો...

28 April, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુઝવેન્દ્ર ચહલે જ્યારે પ્રીતિ ઝિન્ટાને કરી વિનંતી..

વાયરલ પોસ્ટનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

પંજાબ કિંગ્સની ઓનરે આપ્યો અફલાતૂન જવાબ: પંજાબ કિંગ્સની ઓનર અને ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ફૅન્સના સવાલના જવાબ આપ્યા હતા. પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની ઓનરને મસ્તીભરી અપીલ કરતાં લખ્યું હતું  કે ‘મૅમ એક મૅચમાં ઓપનિંગ બૅટિંગ કરવાની તક મળી જાય તો...’

આ વિનંતી સામે પ્રીતિ ઝિન્ટાએ ચહલને જવાબ આપતાં લખ્યું હતું કે ‘પાકું યુઝી, તારા માટે કંઈ પણ કરીશ. IPL ખતમ થવા દે, પછી કોઈ પણ મૅચમાં તારી ઇચ્છા અનુસાર તું ઓપનિંગ કરી શકે છે. મને ખાતરી છે કે ત્યારે ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ પણ કોઈ વિરોધ નહીં કરે.’

Yuzvendra Chahal punjab kings preity zinta social media IPL 2026 cricket news sports news