પૅટ કમિન્સે ટેસ્ટ અને વન-ડે વર્લ્ડ કપની તૈયારી માટે IPL 2027માંથી બ્રેક લેવાના સંકેત આપ્યા

05 June, 2026 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે IPL 2027માં ન રમવાના સંકેત આપ્યા છે.

પૅટ કમિન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે IPL 2027માં ન રમવાના સંકેત આપ્યા છે. IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદને એલિમિનેટર મૅચ સુધી પહોંચાડનાર પૅટ કમિન્સ આગામી વર્ષે ટેસ્ટ-ક્રિકેટ અને વન-ડે વર્લ્ડ કપને પ્રાથમિકતા આપવા ઇચ્છે છે.

૩૩ વર્ષનો આ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર કહે છે, ‘આવતા વર્ષે કોઈક સમયે કોઈ એક ટુર્નામેન્ટને તો છોડવી જ પડશે અને એ ચોક્કસપણે ટેસ્ટ-ક્રિકેટ કે વન-ડે વર્લ્ડ કપ નહીં હોય. મારે ચોક્કસ બ્રેકની જરૂર પડશે. મારા માટે પ્રાથમિકતાઓ હંમેશાં ટેસ્ટ-ક્રિકેટ અને વન-ડે વર્લ્ડ કપ હોય છે. હું ફક્ત ત્યારે જ નિર્ણય લઈશ જ્યારે ટુર્નામેન્ટ ખૂબ નજીક આવશે. સંજોગો બદલાઈ પણ શકે છે.’
IPL 2026માં અડધી સીઝન બાદ જોડાયેલા પૅટ કમિન્સે હૈદરાબાદ માટે ૮ મૅચમાં ૯.૫૯ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૮ વિકેટ લીધી હતી. ૩ ઇનિંગ્સમાં તેણે ૩૦ રન પણ નોંધાવ્યા હતા. 

pat cummins IPL 2026 sunrisers hyderabad cricket news sports news