13 September, 2025 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના હેડ કોચે મોહમ્મદ નવાઝને વિશ્વનો નંબર-વન સ્પિનર ગણાવ્યો
ભારત-પાકિસ્તાનની એશિયા કપ ટક્કર પહેલાં પાકિસ્તાનના હેડ કોચ માઇક હેસને વિચિત્ર દાવો કર્યો છે. તે કહે છે કે ‘અમારી ટીમની સૌથી સારી વાત એ છે કે અમારી પાસે પાંચ સ્પિનર્સ છે. અમારી પાસે મોહમ્મદ નવાઝ છે જે હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ સ્પિન બોલર છે અને છેલ્લા ૬ મહિનાથી ટીમમાં વાપસી કર્યા પછી તેનું રૅન્કિંગ્સ સારા સ્તરે છે.’
૩૧ વર્ષના મોહમ્મદ નવાઝે ૭૧ T20 ઇન્ટરનૅશનલમાં ૭૦ વિકેટ લીધી છે અને ICC બોલિંગ રૅન્કિંગ્સમાં હાલમાં તે ૩૦મા ક્રમાંકે છે.
પાકિસ્તાનના હેડ કોચે ભારત વિશેની મૅચ સંદર્ભે કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે ભારત ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં એ યોગ્ય જ છે. તમે ભલે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ફાઇનલ કે બીજી કોઈ અન્ય મૅચ રમવા જાઓ ત્યારે દરેક પ્લેયરે માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, ભારત સામે પણ અમે એ જ કરીશું. બન્ને ટીમ વચ્ચે રોમાંચક મૅચ જોવા માટે ઉત્સાહી છું.’