08 May, 2025 07:04 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પંડયા અને શ્રેયસ ઐય્યર (તસવીર: પીટીઆઇ)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની સેનાએ `ઓપરેશન સિંદૂર` હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતે આ સ્ટ્રાઇક કરી પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. આ તણાવની અસર IPL 2025 ની કેટલીક મૅચો પર પડી શકે છે તેવી આગાહી અને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીના પાકિસ્તાન પર હવાઈ હુમલાને કારણે IPL 2025 ની બાકીની મૅચો હિમાચલ પ્રદેશના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે નહીં. સૂત્રોએ માહિતી આપી છે કે 8 મે, ગુરુવારના રોજ આ HPCA સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ રદ કરવામાં આવી શકે છે. ઉપરાંત, 8 મે પછી, 11 મેના રોજ પંજાબ અને મુંબઈ વચ્ચેની મૅચ આ જ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ શું આ 2 મૅચ આ સ્ટેડિયમમાં રમાશે કે નહીં? આ અંગે બીસીસીઆઈ કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખ્ખુએ સ્પષ્ટતા કરી છે કે આ અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.
મળતી માહિતી અનુસાર, સુરક્ષા કારણોસર પંજાબ વિરુદ્ધ દિલ્હી મૅચ અન્ય સ્થળે રમાઈ શકે છે. ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ગગ્ગલ ઍરપોર્ટ પરથી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કારણે કુલ્લુના બંજરમાં મુખ્ય પ્રધાન સુખુની બધી આયોજિત બેઠકો અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. આમ, આ મૅચ માટે ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભીડ હોઈ શકે છે. HPCA ના સ્ટેડિયમની ક્ષમતા લગભગ 22,000 દર્શકોની છે. પંજાબ અને દિલ્હી વચ્ચેની મૅચ અંગે મોટી અપડેટ આપતા મુખ્ય પ્રધાન સુખ્ખુએ કહ્યું "જે સ્થળોએ ભીડભાડવાળા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આજે મારો પણ એક કાર્યક્રમ હતો. તે કાર્યક્રમમાં 4-5 હજાર લોકો હાજર રહેવાના હતા. જોકે, ગૃહ મંત્રાલયની સૂચના મુજબ નીચે મુજબનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરહદ પરની શાળાઓની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારબાદ, જિલ્લા અધિકારીઓ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેશે," મુખ્ય પ્રધાન સુખ્ખુએ શિમલામાં મીડિયાને જણાવ્યું.