09 May, 2025 09:02 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર હેઠળ ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાન પર કરેલા પ્રહારને કારણે તેમની પાકિસ્તાન સુપર લીગ (PSL)નું શેડ્યુલ ખોરવાયું છે. રાવલપિંડી સ્ટેડિયમમાં ગઈ કાલે આયોજિત કરાચી કિંગ્સ અને પેશાવર ઝલ્મી વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે મૅચ કૅન્સલ કરવી પડી હતી જેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલને કારણે પાકિસ્તાન બોર્ડે આ નિર્ણય લીધો છે.
છ ટીમ વચ્ચે રમાઈ રહેલી આ લીગની અંતિમ ચાર ગ્રુપ સ્ટેજ મૅચ જ બાકી છે. ૧૩થી ૧૮ મે વચ્ચે આ ટુર્નામેન્ટની પ્લેઑફ મૅચ રમાશે. અહેવાલ અનુસાર ટુર્નામેન્ટમાં રમી રહેલા ઇંગ્લૅન્ડ જેવા દેશોના વિદેશી પ્લેયર્સ સુરક્ષા પરિસ્થિતિ વિશે ચિંતિત છે અને પાકિસ્તાન છોડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.